Thursday, May 30, 2013

gujrati jokes


Enjoy with joke's video




 







 

















































Gujrati jokes





દસ વરસના મનુએ તેની મિત્ર આનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
આનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસા મારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.’


એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.


દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!


સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’


મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !


ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય તો….
રાહુલ દ્રવિડ : યુનીવર્સીટી ટોપર..
સેહવાગ : ભણે કઈ નહિ અને બાપુ માર્ક જોર લાવે…
સર રવીન્દ્ર જાડેજા : વિશ્વનો એકમાત્ર એવો વિદ્યાર્થી જે એક સેમેસ્ટરમાં જ પી.એચ.ડી ની પદવી હાસલ કરે…
વિરાટ કોહલી : કલાસમેટ હાયરે ઝગડા જ કર્યે રાખે, પરીક્ષમાં કોપી કરવામાં અવ્વલ, જો ફેઈલ થાય તો પ્રોફેસરની વગાડી મુકે…
સચિન : તે તો બોસ પ્રોફેસર હોય, વિદ્યાર્થી નહિ. છતાં તેને કઈક શીખવા માટેની ધગસ હોય અને નોલેજ અપડેટ કર્યા જ કરે…તે એક જ પ્રોફેસર એવો હોય કે જેના લેક્ચરમાં ૧૦૦ % હાજરી હોય…બોસ…સચિન છે…!
નેહરા : હમેશા પરીક્ષામાં બીજાને મદદ કરે..પકડાય જાય અને સુપરવાઈઝર એને જ બહાર કાઢી મુકે…
એમ.એસ.ધોની : એકમાત્ર એવો વિદ્યાર્થી જે પરીક્ષાના પેલા બે કલાકમાં ફક્ત ટાઈમ પાસ કરે, છેલ્લા કલાકમાં ફટોફટ પરીક્ષા પૂરી કરે અને પાછો “એ” ગ્રેડ આવે…!
અને છેલ્લે આપડા ગેઈલ બાપુ
ગેઈલ: બંક મારીને ડાન્સબારમા ગંગનમ સ્ટાઈલ પર ડાંસ કરવા જતો રહે ….


પિતા:રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?
રાજુ:કારણ કે આ વિષય ના બધા પ્રશ્નો તે સમય ના હોય છે જ્યારે મારો
જન્મ પણ નહોતો થયો.


નટુની મમ્મી:મેં તને બગીચામાંથી પૂજા માટે ફક્ત ફૂલ તોડવાનું કહ્યું હતું ,તું આખી ડાળી કેમ તોડી લાવ્યો?
નટુ:કેમ કે ત્યાં બોર્ડ માર્યું હતું કે અહીંથી ફૂલો તોડવાની મનાઈ છે . મને થયું ડાળી વિશે આવી કોઈ સૂચના નથી લખી એટલે ડાળી જ તોડીને લેતો જાઉં ! ! 


શીતલ: માધવ! મારા માટે મંગાવેલી દસમા ધોરણ ની ચોપડી તું લાવ્યો?
માધવ: દસમાં ધોરણ ની તો નહિ મળી તેથી પાંચમા ધોરણ ની બે ચોપડી
લઇ આવ્યો. ચાલશે ને?








No comments:

Post a Comment